Current Affairs 15/02/2017

0
30
Scientists develop “Thubber” with high thermal conductivity:-


 • વૈજ્ઞાનિકોએ ઉચ્ચ ઉષ્માવાહક ક્ષમતા ધરાવતું ખેંચી શકાય તેવું “થબ્બર” ની શોધ કરી.
 • આ થબ્બર ની ખાસિયત અનુસાર તેને ખેંચી શકાય છે અને ધાતુની માફક ઉષ્માનું વહન કરી શકશે.
 • આ થબ્બર બિન-ઝેરી ઈલાસ્ટોમર માં પ્રવાહી ધાતુ માઈક્રોડોપ્લેટસ ધરાવે છે. આ અર્ધપ્રવાહી સ્વરૂપની ધાતુ સામાન્ય (રૂમના) તાપમાને તેની આજુબાજુના રબર સાથે ભળી જાય છે.
 • જ્યારે તેને ખેંચવામાં આવે છે ત્યારે તે પોતાની સાચી લંબાઈ કરતા 6 ગણું લાંબુ કરી શકાય છે અને તેને લાંબુ કર્યા બાદ તેમાં રહેલા પ્રવાહી ધાતુઓના અણુઓ તેની લંબાઈ અનુસાર એકસમાન રીતે ફેલાઈ જાય છે અને ઉષ્માના વહનમાં મદદરૂપ બને છે અને તે સમયે મટીરીયલ વિદ્યુતનું અવાહક પણ બની રહે છે.
 • તેનો ઉપયોગ કપડાની ટેકનોલોજીમાં, સોફ્ટ રોબોટીક્સમાં, ઉદ્યોગોમાં ઉપરાંત રમતમાં ખાસ પોશાકમાં, અત્યાધુનિક ઉત્પાદનમાં, ઊર્જાનાં વહનમાં થઇ શકે છે.

South Asia Training and Technical Assistance Center (SARTTAC) start by IMF:-

 • આંતરરાષ્ટ્રીય
  મુદ્રા કોષ (IMF) દ્વારા પ્રથમ વખત નવી દિલ્હીમાં દક્ષિણ એશિયામાં આર્થિક ક્ષમતામાં
  વધારો કરવાનાં હેતુથી
  South Asia Training and Technical
  Assistance Centre (SARTTAC)
  ની શરૂઆત કરશે.
 • આ સંગઠન
  લોકલ દેશો ભારત,બાંગ્લાદેશ, માલદ્વીપ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા જેવા દેશોને ગરીબી
  નિવારવા અને નીતિઓના યોગ્ય કાર્યન્વન માટે યોગ્ય તાલીમ આપશે.
 • South Asia Training and Technical Assistance
  Centre (SARTTAC)
  માં જરૂરી નાણાકીય સહાયતા ઉપરના 6 દેશો દ્વારા પૂરી પાડવામાં આવશે
  અને આ ઉપરાંત તેમાં ઓસ્ટ્રેલીયા, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને ઇંગ્લેન્ડ
  સહાયતા કરશે.
 • તેની
  વ્યુહાત્મક નીતિ મુજબ આ સંગઠન સભ્ય દેશોમાં જરૂરી માનવ ક્ષમતા નું નિર્માણ કરશે
  અને તેના દ્વારા મેક્રોઇકોનોમિક અને આર્થિક નીતિઓને કાર્યાન્વિત કરીને આર્થિક
  વિકાસ કરશે અને ગરીબી દુર કરવામાં મદદરૂપ બનશે.
 • 2016 માં
  IMF નાં મેનેજીંગ ડાયરેક્ટર ક્રિસ્ટીન લાગર્ડે અને ભારતના નાણામંત્રી અરુણ જેટલી
  વચ્ચે ભારતમાં આ કેન્દ્ર સ્થાપવા માટે મંત્રણા કરવામાં આવી હતી.

Artificial pollutants & chemicals prohibited
in
1970 have
been found in the sea animals living in the innermost part of the sea:-

 • 1970માં
  પ્રતિબંધિત કરેલા કુત્રિમ પ્રદુષિત પદાર્થો (પ્રદુષકો) અને રસાયણના અવશેષો સમુદ્રમાં
  સૌથી અંદરના ભાગમાં રહેતા પ્રાણીઓનાં શરીરમાં મળી આવ્યા છે.
 • આ અવશેષો
  મારીઆના અને કેર્માંદેક ટ્રેન્ચનાં સમુદ્રનાં તળિયેથી મળતાં ઝીંગા જેવા જીવો –
  amphipods નાં શરીરનાં ભાગોમાંથી આ પ્રદુષકો અને
  રસાયણોનાં અવશેષો મળી આવ્યા છે આ જીવો સમુદ્રમાં લગભગ અંદાજીત 10 Km તળિયેથી અને
  સમુદ્ર કિનારાથી લગભગ 7000 Km દુર રહે છે.
 • સંશોધનકર્તાઓને
  સંશોધન માં જાણવા મળ્યું કે જે આ જીવોની ચરબીમાં
  Persistent Organic Pollutants (POPs)ની ખુબ ઉંચી
  માત્રા મળી આવી છે.
 • Persistent
  Organic Pollutants (POPs)
  માં polychlorinated biphenyls (PCBs) અને polybrominated diphenyl ethers (PBDEs) કે જેનો
  ઉપયોગ સામાન્ય રીતે ઈલેક્ટ્રીકલ ઇન્સ્યુલેટર તરીકે અને ફ્લેમ રીટાર્ડેન્ટ તરીકે
  થાય છે.
 • આ પ્રકારનાં પ્રદુષકોનું પર્યાવરણમાં વિલય કે ક્ષય થતું નથી
  પરંતુ તે લાંબા સમય સુધી ફેરફાર વગર રહે છે.
 • સંશોધકોના મત અનુસાર આ પ્રદુષકો કદાચ પ્લાસ્ટિક કચરાની સાથે
  અથવા તો અન્ય પ્રાણીઓ દ્વારા તેનું ભોજન થયા બાદ તેના મૃત અવશેષોનાં સમુદ્રમાં
  વિલયનાં પરિણામે ત્યાં સુધી પહોંચ્યા હશે.
 • આ પ્રકારનાં પ્રદુષકો કે જે amphipods નાં શરીરમાં મળી આવ્યા છે તેજ પ્રમાણે નોર્થ-ઇસ્ટ
  પેશીફિક મહાસાગરમાં આવેલ સુરુગા
  ખાડીની આજુબાજુ પણ મળી આવ્યા છે.
 • આ સંશોધન થી એક વાત સાબિત થઇ ગઈ છે કે વૈજ્ઞાનિકો નવી માન્યતા
  અનુસાર સમુદ્રના પેટાળમાં રહેલ જીવો પ્રદુષણથી દુર છે તે વાત પણ ખોટી સાબિત થઇ છે.

India will join with the United Nations network
to improve the quality of care of about maternal, newborn and child health:-

 • ભારત માતૃત્વ, નવજાત અને બાળ
  આરોગ્ય વિશે ની કાળજીની ગુણવત્તા સુધારવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘનાં નેટવર્ક સાથે
  જોડાશે.
 • આ નેટવર્ક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુનિસેફ અને બીજા અન્ય સંગઠન સાથે
  જોડાયેલ છે.
 • આ સંગઠન માં ભારત સહીત 9 દેશો છે. આ નેટવર્ક નવા જન્મેલા બાળક ઉપરાંત
  ગર્ભવતી મહિલાઓ ની સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓની ગુણવત્તામાં સુધારો કરશે અને 2030
  સુધીમાં માતૃમૃત્યુદર અને બળમૃત્યુદર નાં અંકમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને જરૂરી
  રાષ્ટ્રીય તંત્ર ને મજબુત બનાવશે.

ISRO launched successfully
104 satellites in single trial:-

 • ISRO દ્વારા સફળતાપૂર્વક એક સાથે 104 ઉપગ્રહોનું એક જ પ્રયાસમાં અવકાશમાં છોડવામાં
  આવ્યા છે.
 • આ ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે PSLV C-37 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 • આ PSLV એ એક લોન્ચિંગ (ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે વપરાતા રોકેટની ટેકનોલોજી)
  વેહિકલ (વાહન) છે.
 • આ રોકેટને અવકાશમાં છોડવાની સાથે ભારતે એક જ પ્રયાસમાં અવકાશમાં સૌથી
  વધારે ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ બનાવ્યો છે.
 • આ અગાઉ રશિયા દ્વારા 2014 માં સૌથી વધારે 37 ઉપગ્રહો છોડવાનો રેકોર્ડ
  બનાવ્યો હતો.
   
 • 104
  ઉપગ્રહો માંથી ભારતનાં ૩ ઉપગ્રહ હતા અને બાકીના વિદેશી ઉપગ્રહો હતા.

 • તેમાં
  ભારતનાં Cartosat-2 ઉપગ્રહ (મુખ્ય ભાર) અને બીજા બે નેનો સેટેલાઇટ INS-1A અને INS-1B
  નો સમાવેશ થાય છે.

 • 96
  ઉપગ્રહો અમેરિકાના, બાકીના ઇઝરાયેલ, કઝાખસ્તાન,સ્વિત્ઝરલેન્ડ,UAE એમ બધાના એક-એક
  ઉપગ્રહો હતા.


 • લોન્ચિંગ પ્રક્રિયામાં PSLV દ્વારા પ્રથમ Cartosat-2 અને ત્યારબાદ બીજા 103
  ઉપગ્રહોને પૃથ્વીથી 520 કિમી દુર
  Sun Synchronous Orbit (SSO) માં છોડવામાં આવ્યા હતા.

 • આ અગાઉ ઈસરો દ્વારા 20 ઉપગ્રહો જુન,2016 માં છોડવાનો રેકોર્ડ
  ધરાવે છે.

[ads-post]
FSSAI unveils Logo
for fortified food:-

 • FSSAI (Food Safety
  and Standards Authority of India)
  દ્વારા ફોર્ટીફાઈડ ખોરાક માટે લોગો
  બનાવવામાં આવ્યો.
 • આ લોગોમાં જીવનની સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે દૈનિક ભોજન માટે વધારાનું
  પોષણ અને વિટામિન્સમાં વધારાનું સુચન કરે છે.
 • આ લોગો દેશમાં ઘણા ફૂડ ઉદ્યોગકારોએ વાપરવાનું શરુ કરી દીધું છે.
 • ફૂડ ફોર્ટીફીકેશન એટલે ખોરાકમાં વધારાના પોષક તત્વો તથા વિટામિન્સ ઉમેરવાની
  પ્રક્રિયા.

Journalist T V
Parasuram passes away recently:-

 • તેઓની ઉંમર 93 વર્ષની હતી.
 • તેઓ Press Trust of India
  (PTI)
  ના ભૂતપૂર્વ ખબરપત્રી હતા. તેમણે 1950 માં યુએન ખાતે પોતાની કારકિર્દી શરુ કરી હતી.
 • તેઓ પોતાની 58 વર્ષની ઉંમર સુધી Indian Express ના ખબરપત્રી હતા.
 • તેઓ પત્રકારત્વ ક્ષેત્રે Harvard
  Niemen Fellowship
  જીત્યા હતા.
 • તેમણે ભારતનો યહૂદી વારસો અને મેડલ ફોર કાશ્મીર એમ બે બૂક લખી હતી.

Infibeam to be deal
with CCAvenue for Online Operation:-

 • Infibeam, ભારતમાં પ્રથમ ઈ-કોમર્સ
  કંપની કે જે
  SEBIમાં નામાંકિત
  કરવામાં આવી હતી તે પોતાના ઓનલાઈન ઓપરેશનની પ્રક્રિયાને ઓનલાઈન પેમેન્ટ ગેટવે
  CCAvenue સાથે જોડાશે.
 • આ ડીલ CCAvenueને અંદાજીત 2000 કરોડમાં પડશે.
 • Infibeam ની સ્થાપના એમેઝોનના
  ભુપપૂર્વ એક્ઝીક્યુટીવ વિશાલ મેહતા દ્વારા કરવામાં આવી હતી.

Centre for Indian
Music Experience will be started at Bengaluru:-

 • Centre for Indian
  Music Experience
  ની શરૂઆત માર્ચ અને જુન 2017ની વચ્ચે
  બેંગલુરુમાં કરવામાં આવશે.
 • આ મ્યુસિયમમાં બોલીવુડ, હિન્દુસ્તાની, કર્ણાટીક, પ્રાદેશિક
  સંગીત નાં વિવિધ પાસાઓને રજુ કરવામાં આવશે.The government
has increased the immediate assistance to rescued bonded labourers to 
` 20,000 from ` 5,000,
 • લેબર (શ્રમ) મીનીસ્ટર દ્વારા બંધીયારી મજુરીમાંથી છોડાયેલા મજુરોને
  મળતી આર્થિક સહાયનું પ્રમાણ 5000 રૂપિયાથી વધારીને 20000 રૂપિયા કરવામાં આવ્યું.
 • વયસ્ક
  પુરુષોને મળતી સહાયમાં 20000 ની સહાયને વધારીને 1 લાખ કરવામાં આવેલ છે.
 • આ ઉપરાંત
  મહિલાઓને 2 લાખની સહાય અને વંચિત અને અત્યંત નિમ્ન સ્તર ધરાવતાં લોકોને ૩ લાખ ની
  સહાય આપવામાં આવશે.

India will sell Akash Missile to Vietnam:-

 • ભારત દ્વારા
  ટૂંકી મારણ ક્ષમતા ધરાવતી જમીન થી હવા માં પ્રહાર કરતી આકાશ મિસાઈલ વિયેતનામને વહેંચશે.
 • આ પ્રધાનમંત્રી
  શ્રી નરેન્દ્ર મોદીની ભારતને શસ્ત્રોનો નિકાસ કરતો દેશ બનાવવાની ઈચ્છાની પહેલ છે.
 • પ્રધાનમંત્રી
  દ્વારા વિયેતનામને
  500 મિલિયન અમેરિકી ડોલરની આર્થિક ક્રેડીટ આપવાની જાહેરાત કરી હતી.


Simone Biles and Usain Bolt have won Laureus
Sportswoman and Sportsman of the year award respectively:-

 • અમેરિકાની
  જીમ્નાસ્ટ
   Simone Biles ને  Laureus Sportswoman of the Year નો એવોર્ડ
  મળ્યો જ્યારે જમૈકાના ઉસૈન બોલ્ટ ને
  Laureus
  Sportsman of the Year
  નો એવોર્ડ મળ્યો.

Union Government
declared action plan to make Football a “Sport of Choice” in India
 • કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં ફૂટબોલ ને “sport of choice
  (પસંદગીની રમત) બનાવવા માટે એક્સન પ્લાન બનાવ્યો છે.
 • સરકારના દ્વારા “મિશન XI મિલિયન” (11 મિલિયન બાળકોને
  ફૂટબોલની રમતમાં અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનું મિશન) ની
  જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી.  
 • આ પ્રોગ્રામને સપ્ટેમ્બર મહિનામાં 29 રાજ્યોમાં 37 શહેરોમાં
  આવેલ 12,000 શાળાઓમાં આ પ્રોગ્રામ નું કાર્યન્વાન કરવામાં આવશે.

Mithali Raj
becomes second woman player to cross 5500 runs in ODIs:-

 • ભારતની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિથાલી રાજ દ્વારા
  આંતરરાષ્ટ્રીય એક
  દિવસીય
  ક્રિકેટમાં
  5500 રન બનાવનાર
  બીજી મહિલા બની.
 • આ અગાઉ ઇંગ્લેન્ડ ની મહિલા ક્રિકેટર  Charlotte Edward દ્વારા
  5500 રન બનાવવામાં આવ્યા હતા જે હાલમાં પ્રથમ ક્રમાંક પર છે.


Hockey Player Sandeep
Singh receive Honorary Doctorate by Desh Bhagat University:-

 • સંદીપ સિંઘને દેશ ભગત યુનિવર્સીટી દ્વારા ઓનરરી ડોક્ટરેટ ની
  પદવી આપવામાં આવી. આમ “
  sporting
  excellence
  બદલ
  ડોકટરેટ ની પદવી મેળવનાર ટે બીજો ખેલાડી બન્યો છે.
 • આ અગાઉ ભારતનાં હોકીની ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને હાલના સંસદ
  સભ્ય દિલીપ તિર્કે ને પ્રથમ વખત સાંબલપુર યુનિવર્સીટી દ્વારા 2010 દ્વારા આ પદવી
  આપવામાં આવી હતી.

India’s first
sport-themed literary festival “SporTale” will be held in Pune
 • ભારતનું પ્રથમ રમતની થીમ પર આધારિત લિટરરી (સાહિત્યિક) ફેસ્ટીવલ, “SporTale” નું આયોજન 21 અને 22
  ફેબ્રુઆરીના રોજ પુણેમાં થશે.
 • આ ફેસ્ટિવલમાં વિવિધ રમતજગત નાં ખેલાડીઓ
  આવશે અને વિવિધ પ્રકારનાં પ્રદર્શનો નું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here