Current Affairs 23/02/2017

0
417
Central Government plan to issue Sovereign
Gold Bonds 2016-17-Series IV:-

 • કેન્દ્રિય
  નાણા
  મંત્રાલય દ્વારા Sovereign Gold Bonds 2016-17
  Series IV
  જાહેર
  કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 • બોન્ડ
  માટેની એપ્લીકેશન
  27મી ફેબ્રુઆરી થી 3જી માર્ચ 2017 દરમ્યાન સ્વીકારવામાં આવશે.
 • આ બોન્ડ બેન્કો, પોસ્ટ ઓફિસો, સ્ટોક હોલ્ડિંગ
  કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો દ્વારા
  વેચવામાં આવશે.
 • બોન્ડ વ્યક્તિઓ, વિશ્વાસો, હિન્દૂ અવિભાજિત
  કુટુંબો
  , યુનિવર્સિટીઓ અને ચેરીટેબલ સંસ્થાઓ સહિત નિવાસી
  ભારતીય કંપનીઓ માટે વેચાણ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.
 • રોકાણકારોને બોન્ડની નોમિનલ કિંમત પર 2.50 % ના નિશ્ચિત વાર્ષિક
  દરે દર
  6 મહીને વળતર ચૂકવવામાં
  આવશે.
 • Sovereign Gold Bonds યોજના સપ્ટેમ્બર 2015 માં શરુ કરવામાં આવી હતી જેનો મુખ્ય
  ધ્યેય સોનાની માંગ ઘટાડવાનો હતો.

1st Sherpas Meeting of 9th
BRICS summit held in China:-

 • 9 મી બ્રિકસ સમીટ ની શેરપા ની પ્રથમ બેઠકનું આયોજન ચીનના જીઆંગ્સુ
  પ્રાંતની રાજધાની નાનજીંગ માં કરવામાં આવશે.
 • આ બે-દિવસીય
  બેઠકમાં 100 જેટલાં મહાનુભાવો ભાગ લેશે જેમાં વિવિધ દેશોનાં વિદેશી ડિપ્લોમેટ્સ
  ઉપરાંત BRICS ની ન્યુ ડેવેલોપમેન્ટ બેંક (NDB) નાં પ્રતિનીધીઓ ભાગ લેશે.
 • શેરપાની
  બેઠક : આ BRICS સંગઠનને મુખ્ય ધારામાં લાવવા માટેનું અગત્યનું પગલું છે જેનો હેતુ
  નેતાઓની બેઠક માટે રાજકિય તૈયારી કરવાનો છે.
 • આ ઉપરાંત
  સમીટનું આયોજન થાય તે પહેલા આ બેઠકનું આયોજન કરવાની પ્રથા છે.
 • 9મી BRICS
  સમીટ નું આયોજન ચીનના ફૂજીઆન પ્રાંતના ક્ષીઆમેન માં કરવામાં આવ્યું છે.

Bharti Airtel announced to buying Norwegian
telecom company Telenor’s India operations:-

 • સુનીલ ભારતી
  મિત્તલ દ્વારા ચાલતી ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની “ભારતી એરટેલ” દ્વારા
  આજે નોર્વેની ટેલિકોમ કંપની ટેલિનોરનાં ભારતના ઓપરેશનની ખરીદી કરવાની જાહેરાત કરી
  છે.
 • આ સાથે જ
  ભારતમાં ટેલિનોર કંપની નાં તમામ સંશાધનો જેવા કે સ્પેક્ટ્રમ, લાયસન્સ ઉપરાંત તેનાં
  કાર્યકરો નો પણ સમાવેશ થાય છે.

India held $ 6.2 Trillion (415 lakh Cr.) wealth
as of Dec. 2016
 • ભારત
  ડિસેમ્બર 2016 નાં આંકડાઓ અનુસાર કુલ 6.2 ટ્રીલીયન (415 લાખ કરોડ રૂપિયા) ડોલરની
  સંપત્તિ ધરાવે છે.
 • આ ઉપરાંત
  ભારત 2.6 લાખ મિલિયનરો અને 95 બિલિયનરો ધરાવે છે.
 • ભારત 2016
  માં સૌથી વધારે મિલિયનરો ઉમેરવાના ક્રમમાં પાંચમા ક્રમે રહ્યું હતું જેનો આંક 6000
  જેટલો છે.

Sony makes
the world’s fastest SD card with a maximum write speed of 299 MBps:-

 • જાપાનીઝ ઈલેક્ટ્રોનિક કંપની સોની દ્વારા વિશ્વનું સૌથી ઝડપી SD
  કાર્ડ બનાવ્યું છે જે 299 MB ની ઝડપે ડેટા ટ્રાન્સફર કરી શકશે.
 • આ ઉપરાંત તેમાંથી 300 MB ની ઝડપે ડેટા રીડ પણ કરી શકાશે.
 • સોની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ કાર્ડ 32 GB, 64 GB, 128
  GB ની ક્ષમતા માં ઉપલબ્ધ થશે અને તે શોકપ્રૂફ, તાપમાન વિરોધી અને એક્સરે વિરોધી પણ
  હશે.

India won the Men’s
Roll Ball World Cup Championship:-

 • ભારત દ્વારા પુરુષો તરફથી રોલ બોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ
  ફાઈનલમાં ઈરાનને હરાવીને જીતી લીધી છે.
 • રોલ બોલ એ રોલર સ્કેટિંગ, હેન્ડબોલ અને બાસ્કેટબોલ નું
  કોમ્બિનેશન છે. અને તેની શરૂઆત ભારતીયસ્પોર્ટ્સ ટીચર રાજુ દભાડે દ્વારા 2003 માં
  કરવામાં આવી હતી.

[ads-post] 
Harika Dronavalli enter
in the semi-finals of the Women’s World Chess championship:-

 • ભારતીય ગ્રાન્ડમાસ્ટર હરિકા દ્રોનાવલી એ ક્વાટર-ફાઈનલ માં
  જ્યોર્જિયાની નાના ઝાંગ્નીઝને હરાવીને મહિલાઓની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની
  સેમી-ફાઈનલ માં પ્રવેશ મેળવી લીધો છે.
 • તહેરાનમાં આયોજિત સેમી-ફાઈનલ માં તે ચીનની તન ઝ્હોંગ્યી વિરુદ્ધમાં
  રમશે.

INS Viraat will be decommissioned from
service on 6th March, 2017:-

 • ભારતીય નેવીના
  એરક્રાફ્ટ કેરિયર INS-વિરાટ ને 6 માર્ચ નાં દિને સેવામુક્ત કરવામાં આવશે.
 • વિરાટ
  દુનિયાનું સૌથી જુનું હવાઈજહાજ વાહક છે જેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ છે.
 • INS-વિરાટ
  ને 12 મે,1987 માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ અગાઉ તેણે 27 વર્ષ
  માટે UK ની રોયલ નેવીમાં ફરજ બજાવી હતી.

SC ordered the state governments and local
bodies to stop electricity supply to polluting industries
 • સર્વોચ્ચ
  અદાલત દ્વારા ગંદા પાણીનાં નિકાલ માટેની ટ્રીટમેન્ટની વ્યવસ્થાના ધરાવતાં ઉદ્યોગો
  અને એકમોને રાજ્ય સરકાર અને લોકલ બોડી દ્વારા વીજળી નહિ આપવાની સલાહ આપી.
 • કોર્ટ
  દ્વારા ઔદ્યોગિકક્ષેત્રમાં જવાબદાર લોકોને ટ્રીટમેન પ્લાન્ટ ગોઠવવા માટે 6 મહિનાનો
  સમયગાળો આપ્યો.
 • રાજ્ય
  પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ત્રણ મહિના બાદ પ્લાન્ટ દ્વારા લેવાયેલા જરૂરી પગલાઓની
  તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

1st heliport in India was
inaugurated in North Delhi:-

 • ભારતનાં
  પ્રથમ હેલીપોર્ટનું ઉદઘાટન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી અશોક ગજપતિ રાજુ
  દ્વારા નોર્થ દિલ્હીમાં કરવામાં આવ્યું.
 • આ હેલીપોર્ટ
  જાહેર ક્ષેત્રની કંપની પવનહંસ દ્વારા કરવામાં આવી છે જેમાં 16 હેલીકોપ્ટર નાં
  પાર્કિંગ ની વ્યવસ્થા છે.

 • હેલીપોર્ટ
  બનાવવા માટે અંદાજીત 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

J & K Government put a limit on number of
guests in wedding
 • જમ્મુ અને
  કાશ્મીર સરકાર દ્વારા 1 એપ્રિલ થી લગ્ન સમાંરભ માં આવતા મહેમાનોની સંખ્યા પર
  મર્યાદિત કરવાનો નિર્ણય લીધેલ છે જે મુજબ દિકરાનાં લગ્નમાં 400 મહેમાનો અને
  દિકરીના લગ્નમાં 500 મહેમાનો ની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત સગાઇ જેવા
  પ્રસંગે 100 મહેમાનો ની મર્યાદિત સંખ્યા રાખવામાં આવેલ છે.
 • આ ઉપરાંત
  લગ્નપ્રસંગે આપવામાં આવતી આમંત્રણપત્રિકા (કંકોત્રી) સાથે આપવામાં આવતાં ડ્રાયફ્રુટ્સ
  પર પણ પ્રતિબંધ મુકયો છે.

Punjab Government banned on tobacco products
 • પંજાબ સરકાર
  દ્વારા 1 વર્ષ માટે ટોબેકો અને નિકોટીન ધરાવતી વસ્તુઓનાં વેચાણ,

  ઉત્પાદન
  અને પ્રોસેસ
  પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

PRJA party has select the first-ever
Muslim woman candidate for Manipur, Najima Bibi:-

 • ઈરોન
  શર્મિલા દ્વારા બનાવવામાં આવેલ પાર્ટી PRJA દ્વારા આવનાર વિધાનસભામાં સૌપ્રથમ
  મુસ્લિમ મહિલા “નજીમા બીબી” પાર્ટી તારીફથી નામાંકન દાખલ કરશે.

Bengali declared as an official
language in the West African nation of Sierra Leone
 • પશ્ચિમી
  આફ્રકાના દેશ સીએર્રા લીઓન માં બેંગાલી ભાષાને આધિકારીક ભાષા જાહેર કરવામાં આવશે
  તેનું મુખ્ય કારણ વએ છે કે બાંગ્લાદેશી પીસકીપિંગ ફોર્સ દ્વારા દેશના ગૃહયુદ્ધ
  દરમિયાન ખુબજ મદદરૂપ બની છે.
 • બાંગ્લાદેશી
  ફોર્સ દ્વારા UN મિશન માં સૌથી વધારે મદદ કરવામાં આવી હતી તેમને 1991 થી 2002 સુધી
  મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here